Nation on the March

Nation on the March
Nation on the March

Oct 23, 2011

what a heart sings is poetry!

આમ અચાનક આપ જ્યાં, મળવા આવ્યા ત્યાંજ
રોમે રોમે ઉજવ્યો, અંદરથી તહેવાર
* * *

અહિયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.  
( અંકિત ત્રિવેદી)
* * *



પોથી કરતાં તો  એક સપનું સારું
જે મને જીવવાની લગની લગાડે - (કિરીટ ગોસ્વામી)

* * *


બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે 

કોઈ પણ હાલત માં ખુશ રહેવાનું મન શીખી ગયું

એટલે મારાં બધાયે દર્દ હાંફી જાય છે -

- (કિરણ ચૌહાણ)
* * *
એક માણસ હારવાનો વારતાના અંતમાં
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં
  
જિંદગીભર આપતા આવ્યા છો  જાકારો ભલે 
હું તમારો લાગવાનો વારતાના અંતમાં - (દિનેશ કાનાણી)
* * *

આ તે કઈ રીત છે?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.- (આશા પુરોહિત)
* * *

એક ખીલીને 
ભણવા બેસાડી ...
ગ્રેજુએટ થઇ ને આવી
ત્યાં સુધીમાં તો 
સ્ક્રુ બની ગઈ!!  - (જિજ્ઞાસુ દક્ષિણી)

* * *
તળાવ પુરાઈ જાય 
એટલે શું પુરાઈ જાય છે?
 તરસ?  - ( મનીષા જોશી)

* * *

ઝાડ,  તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખી ની જેમ કદી ઉડવાનું થાય તને મન ?

ઝાડ,  તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે  બેઠેલી એક ગાય?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડા માં  ડૂમો ભરાય?
છોડ્યું ના છૂટે વળગણ,

સાચું કહેજે એક પંખી ની જેમ હવે  ઉડવાનું થાય તને મન ?
ઝાડ,  તને મારા સોગંદ - (હિતેન આનંદપરા)

* * *








આવે ગઝલ માં  જે રીતે બસ આવવા દીધી,
મેં લાગણી ની કોઈ દી'  માત્રા ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી. - (મકરંદ મુસળે)

No comments:

Post a Comment

Please leave your impression here by way of a comment. Thanks. deepak